સોનાક્ષી સિંહાએ ગયા વર્ષે જૂનમાં ઝહીર ઈકબાલ સાથે ખાનગી લગ્ન કર્યા હતા.
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલે એકબીજાને 7 વર્ષ સુધી ડેટ કર્યા હતા.
તે સમયે એવી ચર્ચા હતી કે ઝહીર માટે સોનાક્ષી પોતાનો ધર્મ બદલી નાખશે.
લગ્નના 9 મહિના બાદ સોનાક્ષીએ આ અંગે ખુલીને વાત કરી છે
અભિનેત્રીએ કહ્યું કે તેમના સંબંધોમાં ક્યારેય ધર્મ વચ્ચે આવ્યો નથી.
વધુમાં કહ્યું કે બંનેમાંથી કોઈએ ક્યારેય એકબીજાને ધર્મ બદલવા માટે કહ્યું નથી
એક ઈન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે બંનેએ એકબીજાથી અલગ થઈને ક્યારેય ધર્મ વિશે વિચાર્યું નથી.