Gujarat: ગુજરાતમાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થઈ ગોય છે. વિદ્યાર્થીની સુવિધા માટે એસટી વિભાગે વધુ બસ દોડાવી છે. આ પરીક્ષા 17 માર્ચ સુધી ચાલશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. 14.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે. આ વર્ષે ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહ તથા વિજ્ઞાન પ્રવાહના મળીને કુલ 14,28,175 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જેમાં નિયમિત, રીપીટર, આઇસોલેટેડ, ખાનગી અને ખાનગી રીપીટર વિદ્યાર્થીઓ છે.કાલે ધોરણ 10ના બોર્ડનું પ્રથમ ભાષાનું પેપર છે. જેમાં ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓને ગુજરાતી અને અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષાનું પેપર છે.
જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર અર્થશાસ્ત્ર અને 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓનું પ્રથમ પેપર ભૌતિક વિજ્ઞાન છે. આજે ધોરણ 10માં પ્રથમ ભાષાનું પેપર છે.