લગભગ 3 દાયકા બાદ Pakistanમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. સુરક્ષા કારણોસર અને આતંકવાદી હુમલાના ડરને કારણે પાકિસ્તાનમાં વર્ષોથી આંતરરાષ્ટ્રીય મેચો યોજાઈ ન હતી. હવે જ્યારે પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ના હોસ્ટિંગ અધિકારો મળી ગયા છે. ત્યારે ફરી એકવાર તે આતંકવાદી હુમલાના ભયનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર આતંકવાદી હુમલો કરવાના ISKP જૂથ દ્વારા સંભવિત પ્રયાસ અંગે ગુપ્તચર એજન્સીઓને ચર્ચા મળી છે.

ભારતીય એજન્સીઓએ પણ Pakistanને આ પ્રકારના હુમલાની શક્યતા વિશે જાણકારી આપી છે. ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત (ISKP) ના આતંકવાદીઓ ચેમ્પિયન્સ ટ્રોફી જોવા આવતા વિદેશીઓનું અપહરણ કરી શકે છે અને બદલામાં ખંડણી માંગી શકે છે.

ISKP ની યોજના શું છે?

પાકિસ્તાનના ઈન્ટેલિજન્સ બ્યુરોએ ઈસ્લામિક સ્ટેટ ખોરાસન પ્રાંત (ISKP) તરફથી સંભવિત ખતરા અંગે ચેતવણી જારી કરી છે. જે ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ભાગ લઈ રહેલા વિદેશીઓનું ખંડણી માટે અપહરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. એવું કહેવાય છે કે આતંકવાદી સંગઠન ખાસ કરીને ચીન અને આરબ નાગરિકોને નિશાન બનાવી રહ્યું છે. આ દેશોના મુલાકાતીઓ દ્વારા વારંવાર ઉપયોગમાં લેવાતા બંદરો, એરપોર્ટ, ઓફિસો અને રહેણાંક વિસ્તારોની દેખરેખ રાખી રહી છે.

ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત

ઇસ્લામિક સ્ટેટ – ખોરાસાન પ્રાંત (ISKP) એ ઇસ્લામિક સ્ટેટની પ્રાદેશિક શાખા છે, જે દક્ષિણ-મધ્ય એશિયા, મુખ્યત્વે અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાં સક્રિય સલાફી જેહાદી જૂથ છે. જો કે આતંકવાદી હુમલા માટે હજુ સુધી કોઈ વિશ્વસનીય સ્ત્રોત અથવા પુષ્ટિ સામે આવી નથી, ગંભીર પ્રકૃતિના આ ખતરાને અવગણી શકાય નહીં.