gujaratના શહેરોમાં ITએ મેગા સર્ચ ઓપરેશન અમદાવાદ, ભાવનગર અને નડિયાદમાં આવકવેરા વિભાગનો સપાટો બોલાવ્યો છે, રણછોડદાસ ધોળકિયા ગ્રુપ સહિતના ઉદ્યોગપતિઓના 35 સ્થળોએ દરોડા, 170 કરોડના બેનામી વ્યવહારો જપ્ત કરવામાં આવ્યા છે.

ઇન્કમટેક્સ વિભાગ દ્વારા આજે જયેશ ધોળકીયા અને સુમેરૂ બિલ્ડર્સને ત્યાં દરોડા પૂર્ણ થયાની સત્તાવાર જાહેરાત કરાઇ : આયકર વિભાગે બન્ને બાંધકામ વ્યવસાયકર્તાને ત્યાંથી રૂ.170 કરોડની કરચોરી ઝડપી છે આ ઉપરાંત રૂ. નવ કરોડના દાગીના અને રોકડ પણ જપ્ત કરી છે તેમજ નવ લોકરો સીઝ કર્યા છે : કરચોરીનો આંક હજુ શકે છે બંનેના મળી કુલ 35 સ્થળો પર તપાસ કરવામાં આવી હતી