બનાસકાંઠાના Palanpurના હનુમાન ટેકરી અને એરોમાં સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિક સમસ્યાને લઈને કલેક્ટરનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ખાસ કરીને રાજસ્થાન તરફથી આવતા અને અમદાવાદ જતા મોટા અને ભારે વાહનોને આરટીઓ ઓવરબ્રિજથી ધનિયાણા ચોકડીથી રતનપુર-જગાણા થઈને અમદાવાદ જવાનું જાહેરનામું અપાયું છે.

મળતી માહિતી અનુસાર પાલનપુર શહેરમાં વધતી ટ્રાફીક સમસ્યા અને આવનારી બોર્ડની પરિક્ષાને ધ્યાને લઈને કોઈ ઇમરજન્સી સેવાઓને અસર ન થાય તે માટે જાહેરનામું બહાર પાડ્યું છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા 24 ફેબ્રુઆરીથી 17 માર્ચ સુધી અમલ કરવા જાહેરનામું બહાર પડાયું છે

ઉલ્લેખનીય છે કે પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાને લઈને ટ્રાફિક નિવારણ સમિતિ દ્વારા ગાંધીનગર જઈ મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રજુઆત કરવામાં આવી હતી.

જેમાં સત્વરે બાયપાસ બનાવી ઓવર બ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત ભારે વાહનોને ડાયવર્ઝન આપવા જાહેરનામું પ્રસિદ્ધ થાય તેવી માંગ કરાઈ હતી.જેને લઈને કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે