Gujaratમાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ગાંધીનગરનો ત્રીજો દીક્ષાંત સમારોહ 28 ફેબ્રુઆરી 2025 ના રોજ યોજાશે. આ પ્રસંગે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દીક્ષાંત સમારોહના ‘મુખ્ય અતિથિ’ તરીકે ઉપસ્થિત રહેશે.

આ પ્રતિષ્ઠિત શૈક્ષણિક પ્રસંગે ગુજરાતના માનનીય રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી ‘વિશેષ મહેમાન’ તરીકે ઉપસ્થિત રહેશે.

NFSU ના વાઇસ ચાન્સેલર અને ભારતના વરિષ્ઠ ફોરેન્સિક વૈજ્ઞાનિક ડૉ. જે.એમ. વ્યાસે બુધવારે રાષ્ટ્રપતિ ભવન, નવી દિલ્હી ખાતે ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે સૌજન્ય મુલાકાત લીધી હતી. ડૉ. વ્યાસે માનનીય રાષ્ટ્રપતિને NFSUના ત્રીજા દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપવા સત્તાવાર રીતે આમંત્રણ આપ્યું હતું.

ડો.વ્યાસે જણાવ્યું હતું કે ત્રીજા દીક્ષાંત સમારોહ અંતર્ગત યુનિવર્સિટીના કુલ 1562 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે. જે અંતર્ગત 13 વિદ્યાર્થીઓને પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. અને એલએલડીની ડીગ્રી એનાયત કરવામાં આવશે. NFSU ના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવશે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે પદવીદાન સમારોહમાં બ્રિટન, ઓસ્ટ્રેલિયા, તાઈવાન, પોલેન્ડ સહિતના અનેક દેશોના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે. પદવીદાન સમારોહમાં વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો, વિદ્યાર્થીઓ અને વાલીઓ પણ હાજરી આપશે.