Gujarat Local Body Election Result: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી આજે હાથ ધરવામાં આવી છે. જેમાં કેટલીક બેઠકો પર મતગણતરી પુરી થઈ પરિણામ જાહેર થઈ ગયું છે. કોઈ જગ્યાએ ભાજપ, અપક્ષ,કોંગ્રેસ અને AAPએ બાજી મારીછે. દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 1 અને 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. આ ચૂંટણીમાં અત્યાર સુધી AAPના કુલ 12 ઉમેદવારની જીત થઈ છે.
આ સિવાય મોરબી વાંકાનેર નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી છે. 11 બેઠક પર ભાજપની બિનહરિફ જીત થઈ હતી. જ્યારે વોર્ડ નંબર 2ની ચાર બેઠકો પર ભાજપની જીત થતા 28માંથી 15 બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે. તો જામનગર-કાલાવડ નગરપાલિકામાં કોંગ્રેસનો ગઢ તૂટ્યો છે, આઝાદી પછી પ્રથમ વખત વોર્ડ નંબર 5 માં ભાજપનો વિજય થયો છે.
જૂનાગઢ મનપાની ચૂંટણીમાં ભાજપના દિગ્ગજ નેતા ગિરિશ કોટેચાના પુત્ર પાર્થ કોટેચાની કારમી હાર થઈ છે. એક તરફ દિલ્લીમાં આમ આદમી પાર્ટીનો સફાયો થયો છે. ત્યારે બીજી તરફ દેવભૂમિ દ્વારકાના સલાયા નગર પાલિકામાં વોર્ડ નંબર 2માં આમ આદમી પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. ચારેય ઉમેદવારોનો ભવ્ય વિજય થયો છે.