Gujarat: ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો પસાર થાય છે તેમ તેમ ઠંડી ઓછી થતી જાય છે. રાજ્યમાં તાપમાન ધીમે ધીમે વધી રહ્યું છે. ગુજરાતના સૌથી ઠંડા શહેર નલિયામાં પણ તાપમાન 15 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં શિયાળો સમાપ્ત થવાનો છે. દરમિયાન, હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે નહીં.
હવામાન વિભાગના આંકડા મુજબ, ગુજરાતમાં તાપમાન ૧૫.૧ થી ૨૨.૭ ડિગ્રી વચ્ચે નોંધાયું હતું. રાજ્યમાં વધતા તાપમાન સાથે, બપોર પછી એવું લાગે છે કે ઉનાળો આવી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદમાં તાપમાન 20 ડિગ્રીની નજીક પહોંચી ગયું છે. ગુજરાતમાં વધતા તાપમાનની સાથે ઠંડી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. આવી સ્થિતિમાં, હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ સુધી ગુજરાતના તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. હવે ધીમે ધીમે હવામાન ગરમ થવા લાગશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાં અમદાવાદમાં 19.2 ડિગ્રી, ડીસામાં 18.2, ગાંધીનગરમાં 18.5, વિદ્યાનગરમાં 17.8, વડોદરામાં 18.2, સુરતમાં 18.1, દમણમાં 16.6, ભુજમાં 18.8, નલિયામાં 15.6 કંડલા બંદરમાં18.8કંડલા એરપોર્ટમાં 15.7, ભાવનગરમાં 20.1, દ્વારકામાં 22.7, ઓખામાં 22.0, પોરબંદરમાં15.8, રાજકોટમાં 18.6, કરતારપુરમાં 20.1, દીવમાં 15.1 , સુરેન્દ્રનગરમાં19.1, મહુવામાં 17.5 અને કેશોદમાં 16.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.