મહિન્દ્રાએ તાજેતરમાં ભારતીય બજારમાં બે નવી ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે.
આ ઇલેક્ટ્રિક કાર પ્રીમિયમ ફીચર્સ સાથે માર્કેટમાં આવી છે.
મહિન્દ્રાની નવી EVs XEV 9e અને BE 6નું બુકિંગ પણ 14 ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ ગયું છે.
જો આપણે મહિન્દ્રાની આ બે ઇલેક્ટ્રિક કારની સરખામણી કરીએ તો XEV 9eમાં વધુ રેન્જ છે.
Mahindra XEV 9e બે બેટરી પેક સાથે આવે છે. આ વાહનમાં 59 kWh અને 79 kWh બેટરી પેકનો વિકલ્પ છે.
મહિન્દ્રા XEV 9e 59 kWh ના નાના બેટરી પેક સાથે સિંગલ ચાર્જ પર 542 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે.
XEV 9eના 79 kWhના મોટા બેટરી પેક સાથે, આ કાર 656 કિલોમીટરનું અંતર કાપી શકે છે.