Ahmedabad: ગુજરાતના પ્રસિદ્ધ લોકસાહિત્યકાર માયાભાઈ આહિરની તબિયત લથડી હોવાનું સામે આવ્યું હતું. ગઈકાલે સાંજે કડીના ઝુલાસણ ગામમાં તેમનો ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ. ચાલુ ડાયરા દરમિયાન માયાભાઈની તબિયત લથડી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર તબિયત લથડ્યા બાદ પણ માયાભાઈ ડાયરામાં પહોચ્યા હતા. માયાભાઈએ પોતાના ચાહકો માટે સ્તુતિ ગાઈ હતી. પરંતુ સ્તુતિ પૂર્ણ કર્યા પછી માયાભાઈ આહિરને તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા જ માયાભાઈ આહિરના પુત્રના લગ્ન થયા છે. જેમાં ગુજરાતના દિગ્ગજ કલાકારો પણ સામેલ થયા હતા. આ સાથે જ તેઓ ગરબા રમતા પણ જોવા મળ્યા હતા.