Kashmir: જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં અંકુશ રેખા પાસે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરનો 40 વર્ષીય પાકિસ્તાની ઘૂસણખોર ઝડપાયો હતો. કોટલી જિલ્લાના સેરી ગામનો રહેવાસી અબ્દુલ રહેમાન જ્યારે નૌશેરા સેક્ટરના લામ વિસ્તારમાં ઘૂસણખોરી કરતા થોડા સમય બાદ ભારતીય સેનાએ તેને અટકાવ્યો ત્યારે તે નશામાં હતો. અધિકારીઓએ જણાવ્યું કે વ્યક્તિના કબજામાંથી કોઈ વાંધાજનક સામગ્રી મળી નથી અને હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.