Manipur ના મુખ્યમંત્રી એન બિરેન સિંહે રવિવારે પદ પરથી રાજીનામું આપ્યું. શનિવારે તેઓ ખાસ વિમાન દ્વારા દિલ્હી આવ્યા હતા. દિલ્હીમાં અમિત શાહને મળ્યા બાદ, તેઓ આજે રાજભવન ગયા અને પદ પરથી રાજીનામું આપ્યું.
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહ શનિવારે સાંજે દિલ્હી પહોંચ્યા, જ્યાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની અટકળો ચાલી રહી હતી. સવારે, તેમણે મુખ્યમંત્રી સચિવાલય ખાતે શાસક ધારાસભ્યોની બેઠકની અધ્યક્ષતા કરી, પરંતુ કેટલાક ધારાસભ્યો ગેરહાજર હોવાનું જાણવા મળ્યું છે. આ પછી, મણિપુરના મુખ્યમંત્રી સાંજે ચાર્ટર્ડ પ્લેન દ્વારા દિલ્હી જવા રવાના થયા હતા
હકીકતમાં, 10 ફેબ્રુઆરીથી શરૂ થતા મણિપુર વિધાનસભા બજેટ સત્ર પહેલા, મુખ્યમંત્રી એન બિરેન સિંહ ચાર અધિકારીઓ સાથે ચાર્ટર્ડ વિમાન દ્વારા ઇમ્ફાલથી રાષ્ટ્રીય રાજધાની પહોંચ્યા હતા. ચાર્ટર્ડ ફ્લાઇટના સમયપત્રક મુજબ, સીએમ બિરેન સિંહ અને અન્ય ચાર અધિકારીઓ શનિવારે સાંજે 6:30 વાગ્યે દિલ્હી જવા રવાના થવાના હતા અને સોમવારે બપોરે 12:30 વાગ્યે ઇમ્ફાલ પાછા ફરવાના હતા. ૧૨મી મણિપુર વિધાનસભાનું ૭મું સત્ર ૧૦ ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહ્યું છે.