વધુ પડતી તરસ: શરીરમાં પાણીની ઉણપની પ્રથમ નિશાની વધુ પડતી તરસ છે.

થાક લાગવોઃ ડીહાઇડ્રેશનને કારણે શરીરમાં એનર્જીનો અભાવ થાય છે. આ સિવાય પાણીના અભાવે મોં અને હોઠ પણ સૂકા થવા લાગે છે.

પેશાબનો ઘાટો રંગઃ પાણી ઓછું પીવાથી પેશાબનો રંગ ઘેરો પીળો થઈ જાય છે.

ઝડપી ધબકારા અને શ્વાસ લેવામાં તકલીફઃ શરીરમાં પ્રવાહીની અછતને કારણે આવું ઘણીવાર થાય છે.

માથાનો દુખાવો, ચીડિયાપણું અને ચક્કર: ડિહાઇડ્રેશનને કારણે બ્લડ પ્રેશર ઘટી શકે છે.

ડૂબી આંખો અને સૂકી આંખો: પાણીની ઉણપના ગંભીર લક્ષણો.

કબજિયાત: પાણીનો અભાવ પાચનતંત્રને અસર કરે છે અને કબજિયાત તરફ દોરી શકે છે.