Delhi election: સપા નેતા અવધેશ પ્રસાદે ફૈઝાબાદથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી આ સીટ પર બુધવારે પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં મુખ્ય મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આ પેટાચૂંટણી સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. કારણ કે, આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ છે.
ઉત્તર પ્રદેશની મિલ્કીપુર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો આજે શનિવારે જાહેર કરવામાં આવશે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. સપા નેતા અવધેશ પ્રસાદે ફૈઝાબાદથી લોકસભા ચૂંટણી જીત્યા બાદ ખાલી પડેલી આ સીટ પર બુધવારે પેટાચૂંટણી યોજાઈ હતી. અહીં મુખ્ય મુકાબલો સમાજવાદી પાર્ટી અને ભાજપ વચ્ચે છે. આ પેટાચૂંટણી સમાજવાદી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. કારણ કે, આ બેઠક રાજકીય રીતે મહત્વપૂર્ણ અયોધ્યા જિલ્લાનો ભાગ છે.
હકીકતમાં, 2024માં ફૈઝાબાદ લોકસભા સીટ જીત્યા બાદ સપાના નેતા અવધેશ પ્રસાદે મિલ્કીપુર સીટ ખાલી કર્યા બાદ અહીં પેટાચૂંટણીની જરૂર છે. હવે, જ્યારે સપા બેઠક જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે ભાજપ આ ચૂંટણીને ફૈઝાબાદમાં પોતાની હારનો બદલો લેવાની તક તરીકે જોઈ રહી છે. કારણ એ છે કે, 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં અયોધ્યા જિલ્લામાં મિલ્કીપુર એકમાત્ર એવી વિધાનસભા બેઠક હતી, જે ભાજપે ગુમાવી હતી.
બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં 65 ટકા મતદાન થયું હતું
મિલ્કીપુર બેઠક પર બુધવારે યોજાયેલી પેટાચૂંટણીમાં કુલ 3.70 લાખ મતદારોમાંથી 65 ટકાથી વધુ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો, જે 2022ની વિધાનસભા ચૂંટણીમાં નોંધાયેલા મતદાન કરતાં વધુ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, મતદાન પૂર્ણ થયું ત્યાં સુધી 65.35 ટકા મતદાન થયું હતું. 2022ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પર મતદાનની ટકાવારી 60.23 હતી.