Weather Update: રાજ્યમાં એક તરફ ઠંડીથી લોકો ઠરી ગયા છે તો બીજી તરફ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં ફરી એક વાર કમોસમી વરસાદ વરસી શકે છે.
મળતી માહિતી અનુસાર હવામાન વિભાગે ઠંડની વચ્ચે ફેબ્રુઆરી મહિનાની શરુઆતમાં જ રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠાની સંભાવના વ્યક્ત કરી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધી માવઠું થાય તેવી સંભાવના છે. આ સિવાય જણાવ્યું છે કે ભાર પવન પણ ફૂંકાઈ શકે છે. ગુજરાત અને મધ્યમ ગુજરાતમાં માવઠું કહેર મચાવી શકે છે. તો ખેડૂતોને નુકસાન થઈ શકે છે. જેથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.