Vadodara: રાજ્યમાં જાણો ગુનેગારોનો આતંક વધી ગયો છે. થોડાક દિવસ અગાઉ અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ત્યારે હવે Vadodaraમાં પણ એક શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. આ ધમકી બાદ શિક્ષણજગતમાં જાણે ચકચાર મચી જવા પામ્યો છે.
મળતી માહિતી અનુસાર Vadodaraમાં એક શાળાને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા ભયનો માહોલ સર્જાયો છે. Vadodara ખાતે આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી મળતા સંચાલકો સહિત વાલીઓ, શિક્ષકો અને આસપાસના વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો છે. Vadodaraમાં આવેલી ભાયલીની નવરચના સ્કૂલને ઈમેલ દ્વારા ધમકી આપવામાં આવી છે.
નોંધનીય છે કે, Vadodaraમાં ત્રણ જગ્યાએ આવેલી નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાડી દેવાની ધમકી આપાવમાં આવી છે. જે બાદ આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. ધમકી મળતાની સાથે પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. ધમકીને કારણે સ્કૂલમાં આજે રજા જાહેર કરવામાં આવી છે. વિદ્યાર્થી, વાલી અને સ્ટાફને પણ આ સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. ત્યારે સ્કૂલમાં ન આવવા માટે સૂચના અપાઈ હતી.