Ahmedabad: અમદાવાદની ખ્યાતિકાંડને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ખ્યાતિકાંડના મુખ્ય આરોપી કાર્તિક પટેલની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડ્યો છે. દુબઈથી અમદાવાદ આવતા કાર્તિક પટેલની એરપોર્ટ પર જ ધરપકડ કરવામાં આવી છે. ખ્યાતિકાંડ સમયે કાર્તિક પટેલ ઓસ્ટ્રેલિયામાં હતા. પરંતું ખ્યાતિકાંડ સામે આવ્યા બાદ તે દુબઈ ભાગી ગયો હતો. જેથી કરીને પોલીસે કાર્તિક પટેલ સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી હતી.

મળતી માહિતી અનુસાર કાર્તિક પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી પણ કરી હતી. પરંતું કોર્ટે કાર્તિક પટેલની આગોતરા જામીન અરજી ફગાવી હતી. ત્યારે હવે અમદાવાદ એરપોર્ટથી કાર્તિક પટેલને ઝડપી પાડવામાં આવ્યો છે. જેની અમદાવાદ એરપોર્ટ પર ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જોકે, પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. જે બાદ ખ્યાતિ હોસ્પિટલને લઈને મોટા ખુલાસા થઈ શકે છે.