Ahmedabad: દિવસે-દિવસે અકસ્માતની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે અમદાવાદ-ઈન્દોર હાઈ-વે પાસે અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. ખેડાના સીતાપુર નજીકથી પસાર થતાં અમદાવાદ-ઈન્દોર હાઇવે પર નીલગાય અચાનક રોડ વચ્ચે આવી જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. આ ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ સીતાપુર પાસે કારચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. અમદાવાદ-ઈન્દોર હાઈ-વે પર રસ્તા વચ્ચે ગાય આવી જતા કાર ચાલકે ગાડીનો કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે ગાડીએ પલટી મારી હતી. ગાડીએ પલટી મારતા ચાર લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ નિપજેલ તમામના મૃતદેહને લસુન્દ્રા પીએસસી લઇ જવામાં આવ્યા હતા.

વધુ મળતી માહિતી મુજબ મૃતકોના નામ પૂજાભાઈ સોલંકી ઉ.વ.45, સંજય ઠાકોર ઉ.વ.32, રાજેશ ઠાકોર ઉ.વ.31 અને કાર ચાલક વિનોદ સોલંકી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, મહીસાગરના બાલાસિનારના ઓથવાડ ગામના ચાર યુવકો પોતાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા માટેનો મંડપ નક્કી કરવા જઈ રહ્યા હતાં. આ દરમિયાન વચ્ચે એકાએક નીલગાય આવી જતાં કાર ચાલકે કાબુ ગુમાવતાં કાર પલટી મારી જતાં ચારેય યુવકના ઘટનાસ્થળે જ મૃત્યુ થયા હતા.