Jamnagar: રાજ્યમાં અવારનવાર છેડતી, દુષ્કર્મ જેવી ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આ વચ્ચે જામનગરનની એક શરમજનક ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પોતાના જ મામાએ ભાણીનું વારંવાર શારીરિક શોષણ કરવાની ઘટના સામે આવી છે. જામનગરમાં મામાએ આઠ વર્ષની ભાણી સાથે શરમજનક કૃત્ય કરી દીવાલ અને જમીન પર માથું પછાડીને હત્યા કરી દીધી છે.
સમગ્ર મામલે મળતી માહિતી અનુસાર જામનગર તાલુકાના સિક્કામાં એક ખૂબ જ ક્રૂર અને શરમજનક ઘટના પ્રકાશમાં આવી છે. મામાએ તેની આઠ વર્ષની ભાણીને માર માર્યા બાદ માથામાં ઘા મારીને હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો છે. છોકરીની માતાની ફરિયાદના આધારે હત્યા અને પોક્સો સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ક્રૂર મામાની ધરપકડ કરવામાં આવી છે.
વધુમાં મૂળ મીઠાપુરની એક છોકરી, જેના બે મહિના પહેલા છૂટાછેડા થયા હતા. તે છેલ્લા 2 મહિનાથી સિક્કામાં રહેતા તેના કાકાના દીકરા નીતિન માણેક (આરોપી) ના ઘરે તેની ત્રણ દીકરીઓ સાથે રહેવા આવી હતી. તેમની ત્રણ દીકરીઓમાંથી એક આઠ વર્ષની છોકરી તેના મામા દ્વારા દરરોજ હેરાન કરવામાં આવતી હતી. તે ઘણીવાર તેણીને માર મારતો અને તેની સાથે શારીરિક સંબંધ બનાવતો. જેના કારણે છોકરી તેના કપડાંમાં પેશાબ કરી જતી હતી.
જ્યારે છોકરીએ તેની માતાને આ અંગે ફરિયાદ કરી ત્યારે માતાએ નીતિનને ઠપકો આપ્યો. પરંતુ તે ગુસ્સે થઈ ગયો અને આઠ વર્ષની છોકરી અને તેની માતા બંનેને મારી નાખવાની ધમકી આપી.
જ્યારે માતા સિક્કાના ગુજરી બજારમાં ખરીદી કરવા ગઈ હતી ત્યારે મામા નીતિને તેની આઠ વર્ષની માસૂમ ભાણીનું શોષણ કર્યું અને તેનું માથું દિવાલ અને જમીન સાથે પટકીને મારી નાખી. આ ઘટના બાદ છોકરી બેભાન થઈ ગઈ. માતા બજારમાંથી આવતાની સાથે જ તેણે પોતાની પુત્રીને બેભાન હાલતમાં જોઈ. તેણી તાત્કાલિક તેને સિક્કા હોસ્પિટલમાં લઈ ગઈ જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી…