HMPV: કોરોના બાદ રાજ્યમાં HMPV વાયરલ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાં HMPVનો કેસ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષનું બાળક HMPV પોઝિટિવ આવ્યું છે.

અમદાવાદમાં HMPV વધુ એક પોઝિટિવ કેસ સામે આવ્યો છે. અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં 4 વર્ષનું બાળક HMPV કેસ પોઝિટિવ આવ્યો છે. જેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. આ બાળક કે તેના પરિવારમાં વિદેશ કે અન્ય રાજયના પ્રવાસની હિસ્ટ્રીં નથી. અત્યાર સુધી અમદાવાદમાં કુલ 5 HMPVના પોઝિટિવ કેસ નોંધાયા છે.