Gujarat: રાજ્યમાં હાડ થીજવતી ઠંડીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે હવે હવામાન વિભાગે ખતરનાક ઠંડીની આગાહી કરી છે. ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું છે. ઠંડીને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 2 દિવસમાં કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. વિવિધ જિલ્લામાં તાપમાન 2 થી 6 ડિગ્રી ઘટ્યું છે.
મળતી માહિતી અનુસાર ઉત્તરાયણ પછી પણ કાતિલ ઠંડી પડે તેવી શક્યતા છે. પવનોની દિશા બદલાતા ફરી એક વખત ઠંડીનું જોર વધ્યું છે. રાજ્યમાં તાપમાનનો પારો ગગડતા ઠંડી જોવા મળશે. હાલ પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશા તરફની છે. જેના કારણે ઠંડીનો ચમકારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, અરવલ્લી, બોટાદ, દાહોદ, દેવભૂમિ દ્વારકા, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. આ ઉપરાંત બનાસકાંઠા, કચ્છ સહિતના જિલ્લાઓમાં 11 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.