Amreli: અમરેલીમાં લેટરકાંડને લઈને રોજ એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે અમરેલીના વિકાસ અધિકારીએ એક મોટો નિર્ણય છે. અમરેલી જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા દ્વારા આરોપી સરપંચ સામે કાર્યવાહી કરી છે. તેમણે લેટરકાંડ મુદ્દે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કર્યો છે.

મળતી માહિતી અનુસાર લેટરકાંડને લઈને પાયલ ગોટીના સરઘસ કાઢવામાં આવ્યું હતું. જે બાદ રાજ્યભરમાં વિરોધ કરવામાં આવ્યો હતો. હવે આ મામલે ત્રીજા નંબરનો આરોપી અશોક માંગરોળીયાને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આરોપી અશોક માંગરોળીયા જસવંતગઢ ગ્રામ પંચાયતનો સરપંચ હતો. જોકે, આરોપી અશોક માંગરોળિયા દોષમુક્ત ન થાય ત્યાં સુધી સરપંચ પદેથી સસ્પેન્ડ રાખવામાં આવશે.