આગામી સોમવારને ૧૩ મી જાન્યુઆરીના રોજ સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય Kite Festival યોજાશે. જેમાં દેશ-વિદેશના ૭૫ પતંગબાજો પોતાની વિવિધ શૈલીથી પતંગ ઉડાડીને શહેરીજનોને મનોરંજન પુરુ પાડશે.

Kite Festival: દેશ-વિદેશના ૭૫ પતંગબાજો કરતબ બતાવશે

દર વર્ષે સુરત મહાનગર પાલિકા, રાજય પ્રવાસન વિભાગ અને વહીવટીતંત્રના ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાઈ છે. આ મહોત્સવ શહેરીજનો મનભરીને માણી શકે અને આયોજનમાં કચાશ ના રહે અને આયોજનની પૂર્વ તૈયારીઓ માટે આજે અધિક કલેકટર વિજય રબારીની અધ્યક્ષતામાં એક બેઠક મળી હતી.

અધિક કલેકટરે જણાવ્યુ હતુ કે આ વર્ષે ૧ ઝુકઅ ૧૩ દેશોના ૩૪ પતંગબાજો અને આપણા દેશના બિહાર, કર્ણાટક અને કેરળ રાજયના ૧૧ તેમજ ગુજરાતના ૩૦ મળીને અંદાજે ૭૫ પતંગબાજો ભાગ લેશે.જેમાં અવનવા કરતબો માણવાનો અવસર સુરતીઓને મળશે. આ વર્ષે ૧૩મી જાન્યુઆરીના રોજ સુરતના અડાજણ રિવરફ્રન્ટ પાસેના ગ્રાઉન્ડમાં યોજાશે.