MahaKumbh:  13મી જાન્યુઆરીથી મહાકુંભ શરૂ થવા જઈ રહ્યો છે. જેના પર આતંકવાદી ખતરો તોળાઈ રહ્યો છે. ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ફરી એકવાર મહાકુંભને નિશાન બનાવવાની વાત કરી છે. આ વીડિયો દ્વારા તેણે પોતાના સમર્થકોને પ્રયાગરાજ જવા માટે આહ્વાન કર્યું છે. જે બાદ પ્રશાસન અને પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.

તમને જણાવી દઈએ કે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર મહાકુંભને લઈને ધમકી આપી છે. વીડિયોમાં, પન્નુને હિન્દુત્વની વિચારધારાને ખતમ કરવા માટે “પ્રયાગરાજ જાઓ” માટે હાકલ કરી હતી. પન્નુએ વીડિયો દ્વારા ધમકી આપી હતી કે MahaKumbh પ્રયાગરાજ 2025 યુદ્ધનું મેદાન બની જશે. એટલું જ નહીં, તેણે પોતાના સમર્થકોને લખનૌ અને પ્રયાગરાજના એરપોર્ટ પર ખાલિસ્તાની અને કાશ્મીરી ઝંડા ફરકાવવાનું કહ્યું છે.

શાહીસ્નાનને લક્ષ્ય હોવાનું કહેવાય છે

ખાલિસ્તાન તરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ ગઈ કાલે વીડિયો દ્વારા ધમકી આપી હતી અને કહ્યું હતું કે આ ત્રીજી તારીખ યાદ રાખજો. ‘વાહેગુરુ જી દા ખાલસા, વાહેગુરુ જી દી ફતેહ! પહેલું શાહીસ્નાન 14 જાન્યુઆરી, 2025ના રોજ મકરસંક્રાંતિના રોજ, મૌની અમાવસ્યા (બીજું શાહી સ્નાન) 29 જાન્યુઆરી, 2025ના રોજ અને બસંત પંચમી (ત્રીજું શાહી સ્નાન) 3 ફેબ્રુઆરી, 2025ના રોજ લેવામાં આવશે. આટલું જ નહીં, વીડિયોમાં તેણે દેશના વડાપ્રધાન અને સીએમ યોગી માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.

કેમ ધમકી આપે છે?

પંજાબના ગુરદાસપુરમાં પોલીસ ચોકી પર ગ્રેનેડથી હુમલો કરનાર ખાલિસ્તાન ઝિંદાબાદ ફોર્સના સભ્યો ગુરવિંદર વીરેન્દ્ર અને જશનપ્રીતને યુપી એસટીએફ અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ઠાર કરવામાં આવ્યા હતા. આ એન્કાઉન્ટર બાદ પ્રતિબંધિત શીખ ફોર જસ્ટિસ (SFJ)ના વડા ગુરપતવંત સિંહ પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ કર્યો હતો અને કહ્યું હતું કે મહાકુંભમાં પીલીભીતનો બદલો લેવામાં આવશે.