Surat શહેરના વિસ્તાર અને વસ્તી વધવા સાથે પાલિકાએ પ્રાથમિક સુવિધા માટે કવાયત શરૂ કરી છે. લોકોને પૂરતી માત્રામાં પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારમાં પાણીની ટાંકી બનાવવા સાથે નેટવર્કનું કામ પણ શરૂ કર્યું.

Surat મહાનગરપાલિકાનાં સાઉથ વેસ્ટ (અઠવા)ઝોન વિસ્તારમાં વેસુ-૧ અને વેસુ- ૨ જળવિતરણમથક ખાતે અંડરગ્રાઉન્ડ ટાંકી ના એકપાનશનની કામગીરી પૂરી થવાના આરે છે. નવી બનાવવામાં આવેલ અંડરગ્રાઉન્ડ ટાંકીનું હયાત અંડરગ્રાઉન્ડ ટાંકી સાથે જોડાણની કામગીરી ૮ જાન્યુઆરીના રોજ કરવામા આવશે. જેના કારણે ૯ જાન્યુઆરીના રોજ અઠવા ઝોનના વેસુ રૂંઢ મગદલ્લા ભરથાણા પીપલોદ વિસ્તારમાં પાણી પુરવઠો મળશે નહી.

આ ઉપરાંત ૧૦ જાન્યુઆરીના રોજ પુરવઠો ઓછો પ્રેશરથી, ઓછા જથ્થામાં, નહીંવત માત્રમાં મળવાની શક્યતા તે સમય દરમિયાન પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ લોકોને અપીલ કરી છે.