Jamnagarમાં જે.પી. બ્રાસ ઈન્ડસ્ટ્રીઝનાં નામે વેપાર કરતા રાજકોટ જિલ્લાનાં ધોરાજીના રહેવાસી નિલેશભાઈ ગાંડુભાઈ ગઢીયાને ટોની મુશરી નામનાં શખ્સે ઈ- મેઈલ મારફત સંપર્ક કરી આફ્રિકન દેશ ધાનાની યુનાઈટેન્ડ નેશન્સ ગ્લોબલ પ્રોજેકટનાં એજન્ટ તરીકે ઓળખ આપી હતી, અને હાર્ડવેર પાર્ટસની ઈન્કવાયરી કરી હતી. આ શખ્સે મોટા ઓર્ડરની લાલચ આપી ટેકસ વગેરે જુમા કરાવવા કહ્યું હતું. સાયબર માફિયાએ યુ.એન.નાં ગ્લોબલ પ્રોજેકટનો એજન્ટ હોવાની ઓળખ આપીને રૂા.૧૩ કરોડથી વધુનો ઓર્ડર અપાવવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા કારખાનેદાર નિર્દેશભાઈ પ્રાથમિક | રૂા.૪,૯૫,૭૯૮ રકમ ટ્રાન્સફર કરી હતી.

ખરાઈ કર્યા પછી વિદેશી શખ્સનાં જણાવ્યાનુસાર સૌપ્રથમ કંપની સંબંધિત ફોરેક્સ એજન્ટ કોર્ટ રજીસ્ટ્રેશન ફી તરીકે રૂા.૩૫,૯૦૦ હૈદરાબાદની ઈન્દુ એન્ટરપ્રાઈઝનાં એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યો હતા. જે પછી ધાના દેશમાં વેપાર માટે એડવાન્સ ટેક્સ ભરવો પડશે.

એવું જણાવી જુદા જુદા ખાતામાં રૂા.૬,૭૯,૯૦૦ તથા એ પછી વધુ ૧૭ લાખથી વધુની રકમ ભરવાની હોવાનું જણાવતાં નિલેશભાઈએ તેમની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયોહતો. કુલ ૧૩ લાખથી વધુની છેતરપિંડી અંગે નિલેશભાઈએ સાયબર હેલ્પ લાઈન નંબર ૧૯૩૦ દ્વારા સાયબર પોલીસને ફરિયાદ નોધાવતા પોલીસ દ્વારા તપાસનાં | ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.