Rajkot: ઘર આંગણે વડોદરામાં રમાયેલી ૩ એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં વુમન્સ ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડીઝને ૩-૦થી ક્લીન સ્વીપ કર્યા બાદ આપણી સામે ત્રણ આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ માટે વુમન્સ ટીમ ઇન્ડિયા અને આયર્લેન્ડનું રાજકોટમાં આગમન થયું છે.

Rajkot: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સ્કીપર હરમિનપ્રિત કૌરને આરામ અપાયો, ત્રણે’ય મેચમાં સ્મૃતિ મંધાના સ્ટેન્ડ ઈન કેપ્ટન

૨૧ સભ્યોની આર્યલેન્ડની ટીમ અબુધાબીથી અમદાવાદ થઈ રાજકોટ આવી પહોંચી હતી અને હોટલના સ્ટાફે। ટીમના ખેલાડીનું તિલક, ફુલહાર કરી સ્વાગત કરાયું હતું. જ્યારે ઇન્ડિયન ટીમના અલગ અલગ સભ્યો રાજકોટ | આવી પહોંચ્યા હતાં.

તા. ૧૦,૧૨,૧૫ જાન્યુઆરીએ રાજકોટ-જામનગર હાઈવે પર આવેલ | નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે ૩| આંતરરાષ્ટ્રીય વન-ડે મેચ રમાશે. પ્રેક્ષકો માટે ત્રણેય મેચ માટે એન્ટ્રી ફ્રી કરતા ક્રિકેટરસિકોનો ઉત્સાહ બેવડાયો છે. વુમન્સ ટીમ ઇન્ડિયાની રેગ્યુલર કેપ્ટન હરમનપ્રિત કૌરને આરામ અપાતા ટીમની જવાબદારી સ્મૃતિ માંધાનને સોંપાઇ છે.

‘ ટીમ ઈન્ડિયા :- સ્મૃતિ મંધાન (કેપ્ટન), દિપ્તી શર્મા, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ, જેમિમા રોડ્રિક્સ, ઉમા ચૈત્રી (વિ.કિ.), રિચા ધૈષ (વિ.કી.) તેજલ હસબનીસ, રાધવી બિસ્ત, મિનુ મણિ, પ્રિયા મિશ્રા, તનુજા કંવર, તિતાસ સાધુ, સાયમા ઠાકોર, સયાલી સાતધરે.

ટીમ આર્યલેન્ડ:- ગેબી લેવિસ (કેપ્ટન), અવા કેનિંગ, ક્રિસ્ટીના કુલ્ટરરેલિ, અલાના ડેલઝેલ, લૌરા ડેલાની, જ્યોર્જિના ડેમ્પ્સી, સારાહ ફોર્બ્સ, આર્લિન કેલી, નેઓના લોઘરન, એમી મેગુઈર, લેર પોલ, ઓર્લા પ્રેડરગ્રાસ્ટ, ફીચા આર્જન્ટ, રેબેકા સ્ટોકેલ.

આજે બપોરે ૧૨ થી ૩ ઈન્ડિયા અને બપોરે ૨ થી ૫ આર્યલેન્ડની ટીમ નેટ પ્રેક્ટિસ કરશે