Gujarat Latest News: અમદાવાદ: પશ્ચિમ રેલવેના સુરત (Surat) રેલવે સ્ટેશનનું રીડેવલોપમેન્ટ (Redevelopment) નું કામ ચાલી રહ્યું હોવાથી તા. ૮ જાન્યુઆરીથી ઇજનેરી કામ માટે બ્લોક (Block) લેવાશે. જેના કારણે સુરત આવતી-જતી ટ્રેનો સડસડાટ નીકળી જશે, પરંતુ રોકાશે નહીં.

 આ ટ્રેનો ઉધના (Udhna), ભેસ્તાન (Bheshtan) અને નવસારી (Navsari) સ્ટેશને રોકાશે. જેના કારણે સુરત આવતા-જતા મુસાફરોને હાલાકી ભોગવવી પડશે. હવે નવી સુચના ન મળે ત્યાં સુધી સુરત સ્ટેશને (Station) નહીં જાય.

આ ટ્રેનો ડાયવર્ટ થશે:

  •     અમદાવાદ-બાન્દ્રા ટર્મિનસ લોકશક્તિ (Lokshakti)
  •     અમદાવાદ-ચેન્નાઇ સેન્ટ્રલ નવજીવન એક્સપ્રેસ (Navjeevan Express)
  •     અમદાવાદ-પુણે દુરંતો એક્સપ્રેસ (Duronto Express)
  •     અમદાવાદ-દાદર ગુજરાત મેલ (Gujarat Mail)
  •     અમદાવાદ-હાવડા એક્સપ્રેસ (Howrah Express)
  •     અમદાવાદ-બરૌની એક્સપ્રેસ (Barauni Express)
  •     અમદાવાદ-આંસનસોલ એક્સપ્રેસ (Asansol Express)
  •     અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (Borivali Express)
  •     અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ કર્ણાવતી એક્સપ્રેસ (Karnavati Express)
  •     અમદાવાદ-મુંબઇ સેન્ટ્રલ ડબલ ડેકર (Double Decker)
  •     અમદાવાદ-તિરૂચિલ્લાપલ્લી સ્પેશિયલ (Tiruchirappalli Special)
  •     અમદાવાદ-નાગપુર પ્રેરણા એક્સપ્રેસ (Prerna Express)
  •     અમદાવાદ-પુરી સુપરફાસ્ટ (Puri Superfast)
  •     અમદાવાદ-યશવંતપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ (Yesvantpur Superfast Express)
  •     અમદાવાદ-વલસાડ ગુજરાત ક્વીન (Gujarat Queen)
    • આમ કુલ 108 ટ્રેનોને ઉધના સ્ટેશને ડાયવર્ટ (Divert) કરાઇ છે.