Ahmedabad: HMPV વાયરસને લઈને ગુજરાત સરકાર સજ્જ થઈ ગયું છે. ગુજરાતના અમદાવાદમાં એક કેસ પોઝિટિવ આવતા તંત્ર એલર્ટ મોડ પર છે. જેને લઈને રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે.
ગુજરાત રાજ્યનું આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ આ વાયરસને લઈને તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓ સાથે સચેત છે. આ વચ્ચે હવે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદમાં પ્રથમ કેસ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. ત્યારે હવે વિદેશથી આવનાર માટે HMPVની એડવાઈઝરી જાહેર કરાશે. વિદેશથી આવનારા લોકોને RTPCR ટેસ્ટ ફરજીયાત કરી શકે છે.
નોંધનીય છે કે, અમદાવાદના 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આ સિવાય બેંગ્લોરમાં પણ 8 મહિનાની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં, ગુજરાતમાં HMPV વાઈરસનો એક પોઝિટિવ કેસ જોવા મળ્યો છે. રાજસ્થાનના ડુંગરપુરથી અમદાવાદ ખાતે સારવાર માટે આવેલા 2 મહિનાના બાળકના સેમ્પલ HMPV પોઝિટિવ જણાયા છે,હાલમાં બાળક સારવાર હેઠળ અને સંપૂર્ણપણે સ્ટેબલ છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગભરાયા વિના સાવચેત રહેવા, ઉપર જણાવેલા સૂચનો અપનાવવા અને વાઇરસના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આથી જણાવવામાં આવ્યું છે.