Porbandar: પોરબંદરમાં રાષ્ટ્રીયકક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે ત્યારે આ સ્પર્ધા સાંજે શરૂ થાય તે પહેલા સવારે દરિયામાં તરણ કરવા માટે પડેલા અમદાવાદના ૮૦ વર્ષના વૃધ્ધનું હૃદય થંભી જતા મોત નીપજ્યુ હતુ.

Porbandar: સ્પર્ધા શરૂ થાય તે પહેલાં દરિયામાં તરવા ગયા ને અમદાવાદના ૮૦ વર્ષીય વૃધ્ધનું હૃદયરોગથી મોત

પોરબંદરમાં રામ સી સ્વિમિંગ દ્વિદિવસીય આયોજન કરવામાં આવ્યુ છે જેમાં ભાગ લેવા માટે દેશના જુદા જુદા રાજ્યના સ્પર્ધકો વિશાળ સંખ્યામાં એવી પહોંચ્યા છે ત્યારે આ સ્પર્ધા શનિવારે બપોર બાદ શરૂ થાય તે પહેલા સવારે અમદાવાદના ८० વર્ષના એલીસભાઈ અને તેમનુ ગૃપ સ્પર્ધામાં ભાગ લેવા આવ્યુ હોવાથી સમુદ્રમાં તરણ કરવા માટે ગયા હતા જેમાં એલીસભાઈ દરિયામાં ગયા ત્યારે ત્યાં જ તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો તેથી રામસી સ્વિમિંગ કલબની રેસ્ક્યુની ટીમ

કલબ દ્વારા રાષ્ટ્રીયકક્ષાની સમુદ્રી તરણ સ્પર્ધાનું | દ્વારા તેમને તાત્કાલિક બહાર કાઢીને ઇમરજન્સી સેવા ૧૦૮ મારફતે સરકારી । ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના હિતભાઈ | રૂઘાણીએ આ અંગે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે મૃતક એલીસભાઈ નિયમિત રીતે ચાલીસથી પચાસ મિનિટ સુધી તરણ કરતા હતા તેવુ જાણવા મળ્યુ છે. અહીં દરિયામાં તેઓ ગયા પછી જ તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો.