બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામની મહિલાને Surat ખાતે સાસરિયાઓ દ્વારા સોનાના દાગીનાઓની માંગણી કરી અને જાનથી મારી નાખવાની નાખવાની ધમકી આપી દુ:ખ સત્રાસ આપતા મામલો પોલીસ મથક ખાતે પહોંચ્યો હતો.મહિલાએ પતિ, સાસુ સસરા સહિતના ૪ સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરુ કરી હતી.
Surat: ઘરેણાંની માંગ કરી ત્રાસ આપતા પતિ સહિત ૪ સામે ફરિયાદ
પ્રાપ્ત માહિતી પ્રમાણે, બગસરા તાલુકાના ડેરી પીપરીયા ગામની મનીષાબેન ઉર્ફ મનસ્વીબેન નિકુંજભાઈ ગજેરા (ઉ.વ.૩૩)ના ગત વર્ષ ૨૦૨૪માં નિકુંજભાઈ ગજેરા સાથે લગ્ન થયા હતા. તેને થોડા સમય સાસરીયામાં સારી રીતે રાખ્યા બાદ કરિયાવર બાબતે તથા ઘરકામ બાબતે મેણાટોણા તેમજ અવાર-નવાર સોનાના દાગીનાઓની માંગણી કરી ઘરકામ સહિતની બાબતે શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો.
જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ બાબતે મહિલાએ તેના પતિ નિકુંજ છગનભાઈ ગજેરા, સાસુ ભાનુબેન છગનભાઈ ગજેરા, સસરા છગનભાઈ, નણંદ હિરલબેન હાલ રહે.કાપોદરા સુરત, મૂળ રહે.વલારડી તા.બાબરા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.