Gujarat: જામનગર શહેરના નિવાસી તથા જામનગર સિંચાઈ વિભાગમાં મદદનીશ ઈજનેર(ક્લાસ-૨, ગેઝેટેડ) તરીકે ફરજ બજાવતા નચિકેતા ગુપ્તાએ ઉત્તરાખંડના ટેહરી ખાતે તાજેતરમાં યોજાયેલ ટેહરી ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ એક્રો એન્ડ એસઆઈવી કોમ્પિટિશનમાં ભાગ લઈ ગુજરાતનું નામ રાશન કયુ કર્યું છે. છે. કેમ કે ભારતમાં પહેલી વાર આ પ્રકારની ઇન્ટરનેશનલ પેરાગ્લાઈડીંગ કોમ્પિટિશન યોજાઈ જેમાં ગુજરાતમાંથી એકમાત્ર નચિકેતા ગુપ્તાએ ભાગ લીધો હતો.
વિવિધ દેશોમાંથી ૯૩ પેરાગ્લાઈડરોએ ભાગ લીધો હતો જેમાં Gujaratમાંથી એકમાત્ર નચિકેતા ગુપ્તા હતા
આ કોમ્પિટિશનમાં ભારતના અલગ | અલગ રાજ્યોથી તથા ૧૫થી વધારે દેશોમાંથી ૯૩ પેરાગ્લાઈડીંગ પાઈલોટોએ ભાગ લીધો હતો. નચિકેતા ગુપ્તાએ આ કોમ્પિટિશનમાં પેરાગ્લાઈડીંગના અલગ અલગ એક્રોબેટ્સ જેવા કે સેટ રોટેશન, સ્પાઈરલ, સ્ટોલ ટુ બેફ્લાઈ પોઝીસન વગેરે હવામાં કરી બતાવી પ્રતિભાગીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા.ભારતમાં ખુબ ઓછા પેરાગ્લાઇડર એક્રોબેટ્સ કરી શકે છે.
નચિકેતા ગુપ્તાએ પોતાની પેરાગ્લાઈડીંગની કુશળતા દર્શાવી સફળતા પૂર્વક બધા એક્રોબેટીક્સના ટાસ્ક પુરા કર્યા અને ઈવેન્ટમાં ક્વાલીફાઈ થયા. પેરાગ્લાઈડિંગ માટે જરૂરી બહુ ઉંચા પહાડો નથી તેવા ગુજરાત જેવા રાજ્યોમાંથી ખુબજ ઓછા પ્રતિસ્પર્ધીઓ આ કોમ્પિટિશનમાં ક્વાલીફાઈ થઈ શક્યા છે.