આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ Ishudan Gadhaviએ વિડિયોના માધ્યમથી ગંભીર મુદ્દા પર પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, ભાજપ અને ભાજપના નેતાઓ પાટીદાર સમાજને નફરત કરતા હોય તેવું લાગી રહ્યું છે. પહેલા અમરેલીમાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવ્યું અને ત્યારબાદ હવે સુરતમાં પાટીદાર સમાજના લોકો અને દીકરીઓએ હર્ષ સંઘવી વિરુદ્ધ સૂત્રોચાર કર્યા તો ત્યારબાદ હર્ષ સંઘવીએ આદેશ આપ્યા કે સૂત્રચાર કરનાર પાટીદાર દીકરીઓ અને યુવાનો તથા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરુદ્ધ FIR કરવામાં આવે. આનાથી શું સાબિત કરવામાં આવી રહ્યું છે? પહેલા તમે તમારી ફરજ પૂરી નથી કરી શકતા અને જ્યારે કોઈ વ્યક્તિ તમારી ફરજ બતાવવા માટે કોઈ તમને જાગૃત કરે તો તમે તેના પર પણ FIR કરો છો, આ તો એકદમ તાનાશાહી છે. માત્ર પોસ્ટરો લઈને સૂત્રોચ્ચાર કરવાથી હર્ષ સંઘવીને એટલું ખોટું લાગ્યું કે અડધી રાત્રે બધાને પકડીને જેલમાં પૂરી દીધા છે.
જે પાટીદાર દીકરી પર FIR કરવામાં આવી છે ના તો એ બુટલેગર છે, ના તો એણે 6,000 કરોડનું કૌભાંડ કર્યું છે, ના તો એણે 20,000 કરોડનું ટ્રક્સ વેચ્યું છે, ના તો એ લેન્ડ માફિયા છે, તેમ છતાં પણ એ દસ હજાર રૂપિયાની નોકરી કરનાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે. અને જ્યારે આખા ગુજરાતનો પાટીદાર સમાજ જાગૃત થયો અને અવાજ ઉઠાવ્યો ત્યારે તમે એવું નિવેદન આપો છો કે એતો રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. સરકાર આવા ખેલ બંધ કરે. કારણ કે પહેલા પણ સરકારે પાટીદાર દીકરીઓને ઘરમાંથી કાઢીને માર મારેલો છે અને આજે પાટીદાર દીકરીનું સરઘસ કાઢવામાં આવે છે.
નરેન્દ્ર મોદી અને અમિત શાહ પાટીદારોની કેટલી નફરત કરે છે તે આપણે સૌ જાણીએ છીએ અને એટલે પાટીદાર સમાજના આમ આદમીના તમે સરઘસ કાઢો છો. હર્ષ સંઘવીના રાજમાં સૌથી વધુ જો કોઈના જાહેરમાં સર્કસ નીકળ્યા હોય તો તે આમ લોકોના અને પાટીદાર સમાજના લોકોના સરઘસ નીકળ્યા છે, તો મારો સવાલ છે કે ભાજપના મોટા નેતાઓના સરઘસ કેમ નથી નીકળ્યા? અને સુરતમાં જે પાટીદાર દીકરીઓ પર અને આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓ પર જે એફઆઇઆર કરવામાં આવી છે તે તો તાનાશાહીની હદ છે. હવે ભવિષ્યમાં ક્યારેય પણ ગુનેગાર હોય છતાં પણ પાટીદાર દીકરીની સાથે સાથે બીજી કોઈપણ સમાજની દીકરીનું સરઘસ કાઢવામાં આવશે તો આમ આદમી પાર્ટીનો એક એક કાર્યકર્તા આનો વિરોધ નોંધાવશે.