Surat: રેલવે એલસીબી પોલીસે બે દિવસ પહેલા સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના એક કોચમાંથી પેસેન્જર સાથે ધક્કામુક્કી કરી સોનાની ચેઈનની લુંટ કરનાર પાંચ આરોપીઓને અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી ફૂટેજના આધારે ઝડપી પાડયા હતા. પોલીસે બે સોનાની ચેઇન બે મોબાઈલ ફોન મળીને ત્રણ લાખની મત્તા પણ કબજે કરી હતી.
Surat: જનરલ કોચમાં લૂંટ કરી હતી: અમદાવાદ પાચેય આરોપી પાસેથી બે ચેઈન, બે ફોન મળી રૂા.૩ લાખની મત્તા મળી
આ અંગે રેલ્વે એલસીબી પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર બે દિવસ અગાઉ સુરતથી ઉપડતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ ટ્રેનના જનરલ કોચમાં લુંટારુ ટોળકીએ એક પેસેન્જર સાથે ધક્કામુક્કી કરીને તેનો હાથ પકડી તેના ગળામાંથી સોનાની ચેઇન લૂંટીને પલાયન થઇ જતા સુરત રેલવે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. લુંટારાઓને પકડવા માટે પશ્ચિમ રેલ્વે વડોદરા એલસીબી પીઆઇ તરુણ પટેલ દ્વારા અલગ અલગ ટીમો બનાવાઈ હતી.
એક ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરીને લુંટના આરોપીઓ દીપક ઉર્ફે પંમપંમ ઉર્ફે પપ્પુ ધનતાણી (રહે, પતરાવાલી ચાલી, અમરાઈવાડી, અમદાવાદ), રાહુલ ઉર્ફે | પૂનમ વાઘેલા (રહે, પતરાવાલી ચાલી, | અમરાઈવાડી, અમદાવાદ), સન્ની અશોક દંતાણી (રહે, મહાલક્ષ્મી નગર, અમરાઈવાડી, અમદાવાદ), આશિષ ઉર્ફે ગુરુ મહેન્દ્ર મરાઠી (રહે, મહાલક્ષ્મી નગર, | અમરાઇવાડી, અમદાવાદ) અને શશિકાંત ચિંતામણી મરાઠી (રહે, જોગમાયા નગર, અમરાઇવાડી, અમદાવાદ) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી બે મોબાઇલ ફોન અને બે સોનાની ચેઇન મળીને કુલ્લે રૂપિયા ૩ લાખની મતા કબજે કરી હતી.આરોપીઓના અન્ય ગુના અંગે તપાસ ચાલી રહી છે.