Salayaમાં હાલમાં નાના વેપારી, દુકાનદારો, અનાજ કરિયાણાની દુકાન ધારકો તેમજ ગેસ એજન્સી અને પેટ્રોલ પંપ ધારકોને ગ્રાહકો પાસેથી પૈસા લેવા દેવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ સલાયામાં નાનાં ચલણની નોટની ભારે અછત છે. ૫, ૧૦, ૨૦ અને ૫૦ની નોટની અછતના લીધે વેપારી અને ગ્રાહકો વચ્ચે આ થક વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જેથી ઘણી વાર ઘર્ષણ થવાના બનાવ પણ બને છે.

Salaya: વહેલી તકે બેંકો તરફથી નાના – મોટા વેપારીઓને ચલણી નોટ – સિક્કાનું વિતરણ કરીને આર્થિક વ્યવહાર સરળ બનાવવા રજૂઆત

જેથી સલાયાના વેપારી મહામંડળનાં પ્રમુખ ભરતભાઈ લાલ દ્વારા લેખિતમાં સલાયામાં સ્થિત સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક તેમજ બેંક ઓફ બરોડાનાં મેનેજરને નાના ચલણનું વિતરણ કરવા માંગ કરાઈ છે. બેંક દ્વારા કરંટ એકાઉન્ટ ધરાવતા વેપારી તેમજ અન્ય નાના દુકાનદારો કે જે બેંકોમાં સેવિંગ એકાઉન્ટ ધરાવે છે. એમને આં ચલણનું વિતરણ કરવામાં આવે.

સલાયા ગામમાં ફરી આ નાના ચલણ આર્થિક વ્યવહારોમાં ફરતા થઈ જાય અને ગ્રાહકો તેમજ વેપારીઓને વેપાર ધંધો કરવામાં સરળતા રહે એવી માંગણી કરાઈ છે. આ માંગણી લીડ બેંક તેમજ સ્થાનિક બેન્કોની રીજ્યોનલ ઓફિસ સમક્ષ પણ કરાઈ છે. રૂપિયા ૫,૧૦ અને ૨૦ નાં સિક્કા પણ વિતરણ કરવામાં આવે જેથી વેપારીઓને પડતી મુશ્કેલી હળવી થઈ શકે છે.