Gujaratના વન વિભાગના નવા ચીફ તરીકે રાજ્ય સરકારે ૧૯૯૦ની બેચના આઈએફએસ ઓફિસર ડો. એ.પી.સિંહને પ્રમોશન આપીને નિયુક્તિ કરી છે. તેમણે વિવિધ ક્ષેત્રોમાં ૩૫ વર્ષની નોકરી પૂર્ણ કરી છે. તેઓ ૧૯૯૨માં ગુજરાત વન વિભાગમાં જોડાયા હતા.
Gujaratના ૨૦૧૬ની બેચના ત્રણ IFSને પ્રમોશન અપાયા
પ્લાન્ટ સાયન્સમાં એમએસસી અને ઔષધિક છોડની વિવિધતામાં પીએચડી કરનારા આ અધિકારી ૧૯૯૨માં આસિસ્ટન્ટ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (એસીએફ) તરીકે જોડાયા હતા. એ પછી આજ સુધીમાં વિવિધ હોદ્દાઓ પર ફરજ બજાવી છે. ગુજરાત જૈવવિવિધતા બોર્ડના સચિવ પદે પણ રહ્યા હતા. આ અધિકારી એવાં છે કે જેમને વન સંવર્ધન, વન્યજીવન, સામાજિક વનીકરણ, ઔષધિક વનસ્પતિ | અને જૈવ વિવિધતાનો બહોળો અનુભવ છે. તેમણે ઘણાં પુસ્તકો પણ લખ્યાં છે. તેમની આ નિમણૂક થઈ તે પહેલાં રાજ્યના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ તરીકે નિત્યાનંદ શ્રીવાસ્તવા ફરજ બજાવતા હતા પરંતુ તેઓ ૩૧મી ડિસેમ્બરે નિવૃત્ત થઇ ગયા છે.
દરમિયાન ગુજરાતના વન વિભાગના ૨૦૧૬ની બેચના ગુજરાત કેડરના ત્રણ આઇએફએસ અધિકારીને જૂનિયર એડમિનિસ્ટ્રેટીવ ગ્રેડમાં પ્રમોશન આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ ડિવિઝનના ડીસીએફ અક્ષય જોષી, મોનિટરીંગ એન્ડ ઇવેલ્યુયેશન, ગાંધીનગરના ડીસીએફ પોપટ ગાર્ડી અને રાજપીપળા, નર્મદા ડિવિઝનના નિરજકુમારનો સમાવેશ થાય છે.