હેપી New Year 2025: વિશ્વમાં પ્રથમ નવું વર્ષ કિરીટીમતી ટાપુ (ક્રિસમસ આઇલેન્ડ) પર સવારે 3.30 વાગ્યે શરૂ થયું. આ ટાપુ પેસિફિક મહાસાગરમાં સ્થિત છે અને કિરીબાતી પ્રજાસત્તાકનો ભાગ છે અહીંનો સમય ભારત કરતાં 7.30 કલાક આગળ છે, એટલે કે જ્યારે ભારતમાં 3:30 થાય છે, ત્યારે કિરીબાતીમાં નવું વર્ષ શરૂ થાય છે. આ પછી ન્યુઝીલેન્ડના ચથમ આઈલેન્ડમાં પણ નવા વર્ષની ઉજવણી શરૂ થઈ ગઈ છે. ઘડિયાળના કાંટા રાત્રે 12 વાગે એટલે જૂના વર્ષને વિદાય આપી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવશે. છેલ્લા નવા વર્ષની ઉજવણી દક્ષિણ પેસિફિકમાં અમેરિકન સમોઆ અને નીયુ ટાપુઓમાં થાય છે. અલગ-અલગ ટાઈમ ઝોનને કારણે ઘણા દેશો અલગ-અલગ સમયે નવા વર્ષની ઉજવણી કરશે. ભારત પહેલા 41 દેશો એવા છે જ્યાં નવું વર્ષ ઉજવવામાં આવે છે.
ન્યુઝીલેન્ડમાં New Yearનું સ્વાગત છે
ન્યૂઝીલેન્ડ દ્વારા નવા વર્ષ 2025નું ખૂબ જ ધામધૂમથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ઓકલેન્ડના આઇકોનિક સ્કાય ટાવર ખાતે ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર વિશ્વમાં ઉજવણી થાય છે
નવા વર્ષ નિમિત્તે વિશ્વના ઘણા શહેરોમાં શાનદાર આતશબાજીનું આયોજન કરવામાં આવે છે. સિડની (ઓસ્ટ્રેલિયા)માં સિડની હાર્બર બ્રિજ અને ઓપેરા હાઉસ પર જબરદસ્ત આતશબાજી થાય છે, જેને લાખો લોકો લાઈવ નિહાળે છે. કાઉન્ટડાઉન પછી, ન્યૂયોર્ક (યુએસએ) માં ટાઇમ્સ સ્ક્વેર ખાતે અદભૂત આતશબાજી જોવા મળે છે. રિયો ડી જાનેરો (બ્રાઝિલ)માં કોપાકાબાના બીચ અને કેનબેરા (ઓસ્ટ્રેલિયા)માં લેક બર્લી ગ્રિફીન ખાતે નવા વર્ષ માટે વિશેષ શો પણ યોજવામાં આવે છે.
નવું વર્ષ ક્યારે અને ક્યાં ઉજવવામાં આવશે?
- 3:30 – કિરીટીમતી ટાપુ
- 3:45 – ચાથમ ટાપુઓ
- 4:30 – ન્યુઝીલેન્ડ
- 5:30 – ફિજી અને રશિયાના કેટલાક શહેરો
- 6:30 – ઓસ્ટ્રેલિયાના કેટલાક શહેરો
- 8:30 – જાપાન, દક્ષિણ કોરિયા
- 8:45 – પશ્ચિમ ઓસ્ટ્રેલિયા
- 9:30 – ચીન, ફિલિપાઇન્સ
- 10:30 – ઇન્ડોનેશિયા