Dharampurના શ્રીમદ રાજચંદ્ર મિશનના વર્ષ પૂર્ણાહુતિ મહોત્સવમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે હાજરી આપી હતી. અને શ્રીમદ રાજચંદ્ર મિશનની અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી હતી.
Dharampur: રાજચંદ્ર મિશન દુનિયાના અનેક લોકો માટે આધ્યાત્મિક દિપક પ્રજવલિત કરવાનું કામ કરી રહ્યું છેઃ કેન્દ્રીય ગૃહમંત્રી
Dharampur આવેલા ગૃહમંત્રી અમિત શાહે શ્રીમદ રાજચંદ્રજીની પૂર્ણકદની પ્રતિમાના દર્શન કરી જળાશેક કર્યો હતો. બાદમાં ગુરુદેવ રાકેશજીના સથવારે જિનમંદિર જઈ ભગવાન મહાવીરના આશીર્વાદ લીધા હતા. મિશનના વર્ષ પૂર્ણાહુતિ કાર્યક્રમમાં હાજરી આપી ગૃહમંત્રીએ જણાવ્યું કે, શ્રીમદ રાજચંદ્રજીએ ૩૩ વર્ષની અલ્પઆયુમાં પોતાના જીવનના ૩૫ દિવસો ધરમપુરમાં વિતાવ્યા, જેથી આ ધરમપુરની ધરા પવિત્ર બની છે. નદી- નાળા, ઝરણાઓ, ખેતરો અને નયનરમ્ય વનરાજીથી ઘેરાયેલું આ ધરમપુર અને અહીંનું રાજચંદ્ર મિશન દુનિયાના અનેક લોકો માટે આધ્યાત્મિક દિપક પ્રજવલિત કરવાનું કામ કરી રહ્યું છે. શ્રીમદ રાજચંદ્રજીના જીવન કવન અને જિન- શાસનના સિદ્ધાંતોને વરેલું આ તીર્થ (આ ટેકરી) સ્વર્ગથી પણ સુંદર યાત્રાધામ તરીકે નિર્માણ પામ્યું છે.
વધુમાં કહ્યું કે, મેં ગુરુદેવ જોડે શ્રીમદજીની પ્રતિમા ઉપર જળાશેક કર્યો ત્યારે મારા મન અને આત્માને મળેલી શાંતિને શબ્દોમાં વર્ણવી શકું એમ ટ નથી. અહીં થઈ રહેલી વિવિધ સેવા શિક્ષણ સ્વસ્થની અનેકવિધ પ્રવૃતિઓની પણ નોંધ લઈ મુક સેવક બની કામ કરનારા તમામને અભિનંદન આપ્યા હત. રાષ્ટ્રીય શોક જાહેર થયેલો હોવાથી ગૃહમંત્રીએ પણ કાર્યક્રમને એકદમ સાદગી ભરી રીતે લઈ હાજરી આપી હતી માત્ર દોઢ કલાક રોકાણ કરી પરત દિલ્હી જવા રવાના થયા હતા.