Surat: ગોડાદરા-દેવધ ગામના સન્ડે લગુન એપાર્ટમેન્ટમાં પોર્ટર કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરતા પતિને સારી નોકરી કરવાનું કહેનાર પત્નીને ૯ અને ૩ વર્ષની બે પુત્રીની હાજરીમાં પતિએ ગળાના ભાગે ચપ્પુ મારી ઘાતકી હત્યા કર્યાનો ચોંકાવનારો કિસ્સો ગોડાદરા પોલીસમાં નોંધાયો છે. પોલીસે પતિની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
Surat: ડિલીવરી બોયની નોકરી કરતા પતિને સારી નોકરી કરવા કહેતા બે દિવસ પહેલા પણ ઝઘડો થયો હતો
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના જૂની કાતર ગામની નમ્રતા શામળાભાઈ કાતરીયા (ઉ.વ.૩૮)ના લગ્ન જયસુખ લાખાભાઈ વાણીયા (ઉ.વ.૩૮ મૂળ ળ રહે. રહે. નવાગામ જાબુંડા, તા.સાવરકુંડલા, અમરેલી) સાથે થયા હતા. અને બે પુત્રી સહિતના પરિવાર સાથે ગોડાદરા નજીક દેવધ ગામના સન્ડે લગુન એપાર્ટમેન્ટના ફ્લેટ નં. સી ૧૩૦૨માં ભાડેથી રહે છે. નમ્રતા ગોડાદરાની રાજ ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં માસી સાસુના દીકરા દિનેશ કાસીયા સાથે સિલાઈ મશીનનું કામ કરે છે જયારે જયસુખ પોર્ટર કંપનીમાં ડિલીવરી બોય તરીકે નોકરી કરે છે. પરિવારની આર્થિક સ્થિતી સારી ન હોવાથી નમ્રતા વારંવાર પતિ જયસુખને સારી નોકરી કરવાનું કહેતી હતી.
જે અંતર્ગત બે દિવસ અગાઉ નોકરી મુદ્દે નમ્રતા અને જયસુખ વચ્ચે ઝઘડો થયો હતો. ગત રાતે એક વાગ્યાના અરસામાં પુનઃ ઝઘડો થતા જયસુખે નમ્રતાના ગળામાં ચપ્પુ મારી દીધું હતું. જેથી નમ્રતા ત્યાંજ જ ઢળી પડતા રૂમમાં સુતેલી બે પુત્રી સૌમ્યા (ઉ.વ.૯) અને ત્રિશા (ઉ.વ.૩) જાગી ગયા હતા. માતાને લોહીલુહાણ હાલતમાં જોય સૌમ્યા તુરંત જ સાથે રહેતા દાદા-દાદ અને કાકાને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા અને | સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તબીબોએ નમ્રતાને મૃત જાહેર કરી હતી. ઘટના અંગે નમ્રતાના | પિતરાઈ ભાઈ વિપુલ દેવતભાઈ કાતરીયા (ઉ.વ.૩૮ રહે. રૂપસાગર સોસાયટી, ગોડાદરા)ને કરતા તે તુરંત જ હોસ્પિટલ ખાતે દોડી ગયો હો અને ગોડાદરા | પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે | જયસુખની ધરપકડ કરી હતી.