Ahmedabad શહેરના વેજલપુર પોલીસ સ્ટેશન ફતેહવાડી વિસ્તારમાં હત્યાનો વધુ એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગુલઝાર પાર્ક વિસ્તારમાં શાન કુરેશી નામના યુવકની તિક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટના શનિવારે સાંજે બની હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ બે વર્ષ પહેલા શાન કુરેશીએ ઇમરાન કુરેશી અને તેના ભાઇ ફુરકાન કુરેશીના લગ્ન સેવાલિયા ગામમાં રહેતા સગા સંબંધીની પુત્રીઓ સાથે કરાવ્યા હતા. બંને ભાઈઓ તેમની પત્નીઓ સાથે ઝઘડો કરતા હતા. તેમની સાથે મેળ ન હતો. આવી સ્થિતિમાં શાન કુરેશી ઇમરાનને છૂટાછેડા માટે 10 લાખ રૂપિયાની માંગ કરીને હેરાન કરતો હતો. બાદમાં બંને પક્ષ વચ્ચે સમાધાન ન થતાં સગપણ કરાવી આપનાર વૃદ્ધ સાથે આરોપીને મનદુઃખ ચાલતું હતું. જેની અદાવતમાં એક આરોપીએ વૃદ્ધને છરી મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા
છરી વડે હત્યા
જેના કારણે આરોપી ઈમરાન કુરેશીએ શાન કુરેશીની છરીના ઘા મારીને હત્યા કરી નાખી હતી. પોલીસે કાર્યવાહી કરી આરોપી ઈમરાન કુરેશીની ધરપકડ કરી હતી. ઈમરાન કટર મશીનનું સમારકામ કરે છે.