Suratના પીપલોદ ખાતે રહેતા ૭૮ વર્ષીય વૃદ્ધને ગોપીપુરાની મિલ્કત જમીનદોસ્ત કરી એપાર્ટમેન્ટ બનાવવાના પ્રોજેક્ટમાં રોકાણ કરશો તો ત્રણ ચાર વર્ષમાં વર્ષમાં ડબલ ડબલ રકમ મળશે તેમ કહી ભાગીદાર બનાવી સિંગણપોરના સરકારી કોન્ટ્રાકટર અને પુત્રએ રૂ.૪૦ લાખ પડાવ્યા હતા.

Surat: પીપલોદના વૃધ્ધે સિંગણપોરના અનિલ ઘોણીયા પાસે રોકેલા પૈસા માંગતા રૂપિયા-નફો બધું ભૂલી જજો કરી ધમકી આપી

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના પીપલોદ જીંજર હોટલની પાછળ ચેવલી બંગલો બંગલા નં.૨ માં રહેતા અને હાલ નિવૃત્ત જીવન ગાળતા ૭૮ વર્ષીય નરેન્દ્રભાઈ નટરવલાલ ચેવલીની મુલાકાત વર્ષ ૨૦૧૧ માં સરકારી કોન્ટ્રાકટર અનિલભાઈ રાઘવભાઈ ધોણીયા ( રહે.૩૦૨, ૩૦૩, શુભમ કોમ્પલેક્ષ, ) સાથે એક મિત્ર મારફતે હું મારફતે સીંગણપોર, સુરત) સાથે એકા થઈ હતી.અનિલભાઈએ પુત્ર પ્રીન્સ સાથે નરેન્દ્રભાઈને ગોપીપુરાની મિલકત નં.૧૦/ ૧૩૯૬ બતાવી તેને જમીનદોસ્ત કરી નવું એપાર્ટમેન્ટ બનવવાનું છે, તેમાં ભાગીદાર| તરીકે રૂપિયા રોકાણ કરશો તો તમને ત્રણ ચાર વર્ષમાં ડબલ રકમ મળશે તેમ કહી પહેલા રૂ.૩૫ લાખ લીધા હતા અને એક ડાયરી બનાવી તેમાં આ પ્રોજેકટમાં ૨૦ ટકા ભાગીદારી તમારી રહેશે તેમ કહી ડાયરીમાં પોતાની સહી કરી આપી હતી.ત્યાર બાદ તેમણે બીજા રૂ.૫ લાખ મળી કુલ રૂ.૪૦ લાખ લીધા હતા.

જોકે, જયારે નરેન્દ્રભાઈએ પ્રોજેક્ટમાં રોકેલા પૈસાની માંગણી કરતા અનિલભાઈ અને તેમના પુત્ર પ્રિન્સે રૂપિયા કેવા અને નફો કેવો, બધું ભૂલી જજો કહી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નરેન્દ્રભાઈએ કરેલી અરજીના આધારે અઠવાલાઈન્સ પોલીસે ગતરોજ પિતા-પુત્ર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.