Ahmedabadમાં ઓટો રિક્ષામાં 1 જાન્યુઆરીથી ફ્લેગ મીટર ફરજીયાત કરવામાં આવ્યા છે. અમદાવાદ અને વડોદરાના ઓટો રિક્ષા યુનિયનોએ હાઇકોર્ટમાં રિટ કરી છે. ફ્લેગ મીટર ના લગાવનારા સામે પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી ના કરવા અને દંડને રદ કરવાની અરજી કરવામાં આવી છે. રિટ દાખલ કરતા અરજદારે કહ્યું કે માત્ર ઓટો રિક્ષામાં જ ફલેગ મીટર લગાવવાનો કાયદો એ આર્ટિકલ 14નો ભંગ છે. જે ઓટો રિક્ષા ચાલકોના બંધારણીય અધિકાર છે.

રેપિડો , ઉબેર અને ઓલા પણ નથી કરતા કાયદાનું પાલન

કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઇએ. માત્ર ઓટો રિક્ષા ચાલકો માટે જ ફરજિયાત મીટર એ ભેદભાવવાળી નીતિ છે. વધુમાં અરજદારે કહ્યું કે કાયદા મુજબ દરેક પ્રકારના પરમીટવાળા ટ્રાન્સપોર્ટ વાહનોમાં કિલોમીટર માપવા મશીન હોવું જોઇએ.આ સાથે જ ઓલા,ઉબેર અને રેપિડો સહિતની કંપનીઓના વાહનોમાં મીટરનો ઉપયોગ થતો નથી તે પણ કાયદાનું ઉલ્લંઘન હોવાનું અરજદારે જણાવ્યું છે.