khyati hospital: ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં ક્રાઈમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આ મામલે આરોગ્ય વિભાગના કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આ વ્યક્તિએ લાખોની સંખ્યામાં કાર્ડને મંજૂરી આપી હતી. જેમાં મિલાપ પટેલની ગાંધીનગરમાંથી ધરપકડ કરાઈ છે. તેમજ 10 દિવસ પહેલાં પકડાયેલી ગેંગ સાથે કનેક્શન નીકળ્યું છે. મિલાપ પટેલ 2017થી કોન્ટ્રાક્ટના આધારે કામગીરી કરતો હતો.

અત્યાર સુધીમાં આ મામલે ડો. પ્રશાંત વજિરાણી, હોસ્પિટલનાં ડાયરેક્ટર ચિરાગ રાજપૂત, હોસ્પિટલનાં ચેરમેન કૌશિક પટેલ, સર્જન ડૉ. સંજય પટોળિયા, ડૉ. રાજશ્રી કોઠારી એમ 5 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસ વિભાગ બાદ તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી જેમાં ટીમને સફળતા મળી છે.