જો તમે પણ સોડા પીવાના શોખીન છો તો સાવધાન રહો, કારણ કે તે હાર્ટ હેલ્થ માટે જોખમી છે.

તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં આ વાતનો ખુલાસો થયો છે.

સ્વીડનમાં 70,000 પુખ્ત વયના લોકો પર થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે સતત સોડા પીવાથી સ્ટ્રોક, હાર્ટ ફેલ્યોર, અનિયમિત ધબકારાનો ખતરો રહે છે

સ્વીડનમાં હાથ ધરાયેલા આ અભ્યાસમાં સામેલ તમામ લોકોએ 1997 થી 2009 દરમિયાન આહાર સંબંધિત પ્રશ્નોના જવાબ આપ્યા હતા.

તેમાં પૂછવામાં આવ્યું હતું કે સોફ્ટ ડ્રિંક્સ એટલે કે સોડા, સુગર ડ્રિંક્સ, મધ, કેન્ડી-આઈસ્ક્રીમમાંથી કેટલી કેલરી મળે છે.

20થી વધુ વર્ષોના ફોલો-અપ પછી લગભગ 26,000 લોકો હૃદય રોગથી પીડાતા હતા.

અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સોફ્ટ ડ્રિંક પીનારા લોકોમાં આ જોખમ સૌથી વધુ જોવા મળે છે.