Vadodara કોર્પોરેશનના ફૂડ સેફટી વિભાગ અંતર્ગત ખોરાક શાખાએ શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાંથી શંકાસ્પદ ચીઝ એનાલોગ અને પનીરના સેમ્પલ લીધા હતા. ચીઝએનાલોગનો ૨૩ કિલો અને પનીરનો ૨૬ કિલો મળી કુલ ૧૩ હજારનો જથ્થો ઝડપી પાડયો હતો. નમૂના તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
Vadodara: ચીઝ અને પનીરના ત્રણ નમૂના લઇ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેતું કોર્પોરેશન
ગઇકાલે પાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ ઈન્સ્પેકટરોને ચોક્કસ માહિતી મળી હતી, તેના આધારે વાઘોડિયા રોડ આર્ય ડિસ્ટ્રીબ્યુટર ત્યાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ કરતા ચીઝ એનર્જી, પનીરનો જથ્થો મળી આવ્યો હતો. ચીઝનો ૬ હજારનો તથા પનીરનો આશરે ૭ હજારનો જથ્થો જપ્ત કર્યો હતો. સરકારી લેબોરેટરીના રિપોર્ટના આધારે હવે જથ્થો રાખનાર ધંધાર્થી સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી શકે છે.
શહેરમાં અખાદ્ય ચીઝ, બટર, પનીર સહિતના પદાર્થોનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના અવારનવાર આક્ષેપો ઊઠ્યા છે. અગાઉ કોર્પોરેશને પનીરનું શહેર વ્યાપી ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં પનીરનો શંકાસ્પદ જથ્થો ઝડપાયો હતો. કોર્પો.ના | ચેકિંગમાં જે નમૂના નાપાસ થાય છે, તેમાં પનીરના નમૂના વધારે હોય છે.