Gondal આશાપુરા ચોકડી પાસે ચેકિંગમાં ઉભેલી એસ ઓ જી શાખા એ એકટીવા પોટરસાયકલને રોકી તલાસી રોકી તલાસી લેતાં તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સ નો જથ્થો મળી આવતા જેતપુરના બે શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.
એસઓજીએ આશાપુરા ચોકડીએ એક્ટીવાને રોકી તલાશી લેતા રૂા. ૨૯, ૩૦૦નો ડ્રગ્સનો જથ્થો બરામદ
પ્રાપ્ત વિગતો મુજબ એસ ઓ જી પી એસ આઈ. બી સી મિયાત્રા, એએસઆઇ ઈન્દ્રસિંહ જાડેજા સહિતનીટીમે પૂર્વ બાતમીના આધારે ગોંડલ આશાપુરા ચોકડી એ ચેકિંગ હાથધર્યું હતું તે દરમિયાન ધીરજ ચંદ્રશેખરભાઈસિંગ (ઉ.વ.ર૧ તેમજસમીર રહે. બંને ગુજરાતીની વાડી, ભાવિક નગર જેતપુર) નીકળતા તલાસી લેતા તેમની પાસેથી મેફેડ્રોન ડ્રગ્સ ૨.૯૩૦ ગ્રામ કિંમત રૂપિયા 29300 મળી આવતા બે મોબાઈલ, ૧,૨૭,૮૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરી હતી