Gujarat સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવમાં આવી છે ગુજરાત સરકારે પ્રજાને રાહત આપતો નિર્ણય કર્યો.ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ફ્યુઅલ ચાર્જમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. વીજળીના ફ્યુઅલ ચાર્જમાં યુનિટ દીઠ 40 પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.જે બીજો સુધારો ના થાય ત્યાં સુધી ચાલુ રહેશે. ફ્યુઅલ ચાર્જમાં ઘટાડાથી રાજ્યના નાગરિકોને મોટો ફાયદો થશે.
ફ્યુઅલ સરચાર્જમાં 40 પૈસાના ઘટાડાના પરિણામે રાજ્યના અંદાજે 1.75 કરોડ ગ્રાહકોને ઓકટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન કરવામાં આવેલા વીજ વપરાશ ઉપર આશરે રૂ.1,120 કરોડનો લાભ થશે. ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે રાજ્યના 12 હજાર ગામમાં દિવસ દરમિયાન ખેડૂતોને વીજળી મળે છે. સવારે 5થી 1 અને સવારે 8થી 4 વાગ્યાના સ્લોટમાં વીજળી અપાય છે. રાજ્યમાં માત્ર 4 ટકા ગામ જ દિવસે વીજળી નથી મળી રહી.
ઊર્જા મંત્રીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે ગુજરાત વીજ નિયમન આયોગ દ્વારા મંજૂર કરાયેલ ફ્યુઅલ સરચાર્જની ફોર્મ્યુલા મુજબ એપ્રિલ-૨૦૨૪થી સપ્ટેમ્બર ૨૦૨૪ના સંબંધિત ત્રિમાસિક સમયગાળા દરમિયાન વીજ બળતણના ભાવોમાં થયેલ ફેરફાર મુજબ રાજ્ય હસ્તકની વીજ વિતરણ કંપની દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટનો ફ્યુઅલ સરચાર્જ (FPPPA)ની વસૂલાત કરવામાં આવતી હતી.
જે રહેણાંકીય ગ્રાહકો દ્વારા માસિક 100 યુનિટનો વીજ વપરાશ કરવામાં આવે છે તેવા કિસ્સામાં ઉપરોક્ત ફ્યુઅલ સરચાર્જના ઘટાડાને પરિણામે અંદાજે રૂ 50 થી 60/-ની માસિક બચત થશે