Ahmedabad: અમદાવાદના થલતેજ વિસ્તારમાં વહેલી સવારે ટાઇટેનિયમ સ્ક્વેર બિલ્ડિંગના 10માં માળે ભીષણ આગ લાગી હોવાના સમાચારા સામે આવ્યા હતા. . આ આગ એટલી ભયાવહ હતી કે તેને ઓલવવા માટે ફાયરની 28 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેના કારણે આને બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો હતો. ફાયર વિભાગની કલાકોની મહેનત બાદ આ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ આગમાં કોઈ જાનહાનીના સમાચાર હજી મળ્યા નથી.
મળતી માહિતી અનુસાર, વહેલી સવારે અચાનક આગ લાગતા ફાયર ફાઈટરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરંતુ આગ વિકરાળ હોવાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ ફાયર ટીમે આગને કાબૂમાં લીધી હતી. જોકે, હાલ પ્રાથમિક અનુમાન શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. હાલ આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી.