વડોદરા લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે આવેલા તળાવમાં એક કાર ખાબકી હતી જેમાં કેતન પ્રજાપતિ નામના આશાસ્પદ યુવકનું મોત કોર્પોરેશનની નિષ્કાળજીને કારણે થયું હોવાના આક્ષેપ સાથે પૂર્વ કોર્પોરેટરની આગેવાનીમાં Candle માર્ચ યોજી મૃતકર્ને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી.
Candle: અન્ય તળાવની જેમ લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવનું બ્યુટીફિકેશન કરી ફેન્સિંગ બનાવવા માંગ
લક્ષ્મીપુરા મુક્તિધામ પાસેના તળાવની ફરતે કોર્પોરેશન દ્વારા ફેન્સિંગ કરવામાં આવી નહી હોવાથી તાજેતરમાં પૂર ઝડપે દોડતી એક કાર તળાવમાં ખાબકી હતી. બચાવ કામગીરી માટે ફાયરબ્રિગેડના જવાનો આવી પહોંચ્યા હતા છતાં તેઓ કેતન પ્રજાપતિને બચાવી શક્યા ન હતા. જે અંગે આજે સ્થાનિક
રહીશોએ કેન્ડલ માર્ચ યોજી મૃતકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને જે રીતે વડોદરા શહેરના તળાવોનું બ્યુટીફિકેશન કરવામાં આવે છે તે રીતે લક્ષ્મીપુરા મુક્તિધામ પાસે આવેલા તળાવનું પણ કરવામાં આવે અથવા ફેન્સીંગ કરવામાં આવે જેથી આવા ગમખ્વાર બનાવ બનતા અટકાવી શકાય