Jamnagar ગુલાબનગર ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં પોલીસે ઘોડી પાસા ના જુગાર અંગે દરોડો પાડયો હતો. જે દરમિયાન નાસભાગ થઈ હતી અને બે શખ્સો પોલીસના હાથે પકડાયા હતા, જ્યારે નવ શખ્સો ભાગી છુટયા હોવાથી

Jamnagar તેઓને ફરારી જાહેર કરાયા છે. ૧૩ હજારની રોકડ કબજે કરી નાસી છૂટેલની શોધખોળ

જામનગરના ગુલાબ નગર ક્રિષ્ના પાર્ક સોસાયટી વિસ્તારમાં રાત્રે ૪.૩૦ વાગ્યાના અરસામાં કેટલાક શખ્સો જાહેરમાં થોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે સીટી બી. ડિવિઝન પોલીસે મોડી રાત્રે દરોડો પાડયો હતો. જે દરોડા સમયે જુગાર રમતા શખ્સોમાં નાસભાગ થઈ હતી. પોલીસે જુગાર રમતા રહીમ ઉર્ફે મીંઢો ઈબ્રાહીમભાઈ ખીરા તેમજ શાહબાઝ અલ્તાફભાઈ ખીરા નામના બે શખ્સોની અટકાયત કરી લીધી છે.

આ દરોડા સમયે ભાગી છૂટેલા અન્ય નવ આરોપીઓ હાસમ | પૂર્વે ગંધારો સુમરા, કાસમ ખેરાણી, અફઝલ ઉર્ફે ઊંચો, ઈમરાન ખેરાણી, પ્રવીણ ડાભી, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદીયો ચાંદલો, હાજી ઉર્ફે ભાણેજ મોરકંડા વાળો, સાહિદ ઉર્ફે શાહીદો, અને અબુ ફૂલવડી ને ફરારી જાહેર કરાયા છે. અને તેઓને શોધખોળ હાથ ધરી છે. પોલીસે બનાવના સ્થળેથી રૂપિયા ૧૩,૪૭૦ ની રોકડ રકમ | અને ઘોડીપાસાનું સાહિત્ય કબજે કર્યું છે.